[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. સગાઇ બાદ બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ફેન્સને સગાઇની માહિતી આપી હતી
ઇરા અને નુપુર શિખર બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ઇરા ક્યારેય ઇન્સ્ટાગ્રામ પર પીડીએથી દૂર રહી નથી. બંનેએ આ વર્ષે જૂનમાં તેમની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તેમના જીવનની ઝલક શેર કરતા રહે છે. ઇરા ખાને નુપુરની સાઇકલિંગ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને આ દરમિયાન નુપુરે ઇરાને પ્રપોઝ કર્યું હતું. ઇરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નુપુર શિખર ઘૂંટણિયે પડીને ઇરાને પ્રપોઝ કરી રહ્યો છે. ઇરાએ તેને તુરંત જ હા પાડી દીધી અને નુપુરે ખુશ થઇ ઇરાને આંગળીમાં વીટી પહેરાવી દીધી હતી. કપલે એકબીજાને કીસ કરી સેલિબ્રેશનનો માહોલ બનાવી લીધો હતો.વ

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

“>
સોશિયલ મીડિયા પર આ જાહેરાત બાદ બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ કપલને અભિનંદન આપ્યા છે. ઇરાના પિતા પણ આ બંને વચ્ચેના સંબંધોથી વાકેફ છે. જોકે હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ઈરા આમિર ખાન અને તેની પ્રથમ પત્ની રીના દત્તાની પુત્રી છે, જેની સાથે આમિરનો જુનૈદ નામનો પુત્ર પણ છે.



Post Views:
131






[ad_2]

Google search engine