[ad_1]

બોલીવૂડ ફિલ્મસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાન આજકાલ ચર્ચામાં છે. હાલમાં જ ઇરાને તેના બોય ફ્રેન્ડ નુપુર શિખરે ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું હતું અને ઇરાએ પણ ખુશખુશાલ ચહેરે તેને હા પાડી દીધી હતી અને પછી પછી કિસ કરીને પ્રેમ વ્યક્ત કર્યો હતો.
હવે આમિર ખાનના જમાઇનો એક જૂનું ન્યૂડ ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે. નુપુર શિખરનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ થયા બાદ તેની સરખામણી રણવીર સિંહ સાથે કરવામાં આવી રહી છે.
જ્યારથી નુપુરે ઇરાને પ્રપોઝ કર્યું તેનો વીડિયા વાયરલ થયો ત્યારથી લોકો લોકો નુપુર શિખરે વિશે જાણવા ઈચ્છે છે અને આ દરમિયાન તેનું એક ન્યૂડ ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે. નુપુર શિખરેનું આ ન્યૂડ ફોટોશૂટ હાલનું નથી પરંતુ ત્રણ વર્ષ જૂનું છે. વર્ષ 2019માં નૂપુર શિખરે તેના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં નુપુર શિખરે ન્યૂડ અને રનીંગ પોઝિશનમાં જોવા મળી રહ્યો છે.
નુપુર શિખરેના બે ફોટોગ્રાફ્સમાંથી એક મોનોક્રોમ એટલે કે બ્લેક એન્ડ વાઇટ છે જ્યારે બીજું કલરફુલ છે. નૂપુર શિખરની આ જૂની પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે અને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો નુપુરના આ ફોટોશૂટની સરખામણી રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ સાથે કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે નુપુર શિખરે 2019માં જ રણવીરને હરાવી દીધો હતો. તે જ સમયે, કેટલાક લોકોએ પ્રશ્ન પૂછ્યો છે કે શું રણવીર સિંહની જેમ નૂપુર શિખરનું આ ફોટોશૂટ પણ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડશે અને હવે તેઓ પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જશે. તે જ સમયે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ નૂપુર શિખરની આ તસવીરોના વખાણ પણ કરી રહ્યા છે.
નુપુર શિખર એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. તે લાંબા સમયથી ઇરા ખાન સાથે રિલેશનશીપમાં હતો. આમિર ખાન પણ નુપુર અને ઇરાના સંબંધ વિશે જાણે છે અને ત્રણેએ ઘણી વખત સાથે સમય વિતાવ્યો છે.
Post Views:
9
[ad_2]