[ad_1]

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોનાને પગલે બે વર્ષ બાદ આજથી એક અઠવાડિયા માટે બાન્દ્રા (પશ્ર્ચિમ)માં માઉન્ટ મેરીની જાત્રા ભરાશે. આ જાત્રામાં દરરોજના એક લાખથી વધુ લોકો હાજરી પૂરાવશે એવો અંદાજો છે. લોકોના ઘસારાને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા કરી છે. ૧૧થી ૧૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા માઉન્ટ મેરી ફેરમાં મોટી સંખ્યામાં લોકો હાજરી પૂરાવે એવો અંદાજો છે. કોરોનાને પગલે બે વર્ષ બાદ આ વખતે આ જાત્રા યોજાઈ રહી છે. લગભગ ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી આ પરંપરા રહેલી છે, જે ‘મોત માઉલી’ની જાત્રા અને બાંદરા ફેસ્ટ તરીકે પણ ઓળખાય છે.
બે વર્ષ બાદ આ જાત્રા યોજાઈ રહી હોવાથી લોકોની ભીડ ઊમટવાની શક્યતા છે. તેથી પાલિકાએ પોલીસની મદદથી પૂરતો બંદોબસ્ત કર્યો છે. ભાવિકો માટે પહેલી વખત યુટ્યૂબ અને ટ્વિટરના માધ્યમથી તેનો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે એવી માહિતી પાલિકાના એચ-પશ્ર્ચિમ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર વિનાયક વિસપુતેએ આપી હતી. પાલિકા દ્વારા આ ચર્ચના પરિસરમાં નજર રાખવા માટે ૧૦૦ કરતા વધુ સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા છે. ચર્ચ પરિસરમાં પાલિકાનો ૨૪ કલાક એક કંટ્રોલરૂમ ચાલુ રહેશે. આગ જેવી દુર્ઘટનાનો સામનો કરવા ફાયરબિગ્રેડ દ્વારા અહીં ફાયર ઍન્જિનની વ્યવસ્થા કરવામાં આવી છે.
માઉન્ટ મેરી આવનારા મોટાભાગના લોકો રસ્તે ચાલતા આવતા હોય છે, તેથી રસ્તાના સમારકામ કરવામાં આવ્યા છે. ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસર સતત સ્વચ્છ રહે તે માટે પાલિકાએ સફાઈ કર્મચારીઓને તહેનાત કર્યા છે. પરિસરમાં અલગ અલગ ત્રણ જગ્યાએ મોટા એલઈડી સ્ક્રીન બેસાડવામાં આવ્યા છે, તેના દ્વારા ભક્તોને દર્શનની સુવિધા ઉપલ્બધ થશે. ભીનો અને સૂકા કચરાનો નિકાલ સ્વતંત્ર રીતે કરવાની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. ફરતા શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે પ્રાથમિક ઉપચાર કેન્દ્ર પણ રહેશે.
હાઈ કોર્ટના આદેશમુજબ પૂજાનું સામાન, રમતગમત વગેરેના વેચાણ માટે માઉન્ટ મેરી રોડ, સેંટ ધી જૉન બૅપ્ટીસ્ટા રોડ અને કેન રોડ પર તાત્પૂરતા પેચની લિલામ પ્રક્રિયા કરીને જગ્યા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. પરિસરમાં ગેરકાયદે સ્ટોલ અને ગેરકાયદે ફેરિયાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોની ભીડને જોતા વાહનોને પાર્કિંગ માટે ખાનગી સંસ્થાના તાબામાં રહેલી ખુલ્લી જગ્યા, સ્કૂલના મેદાન અને ડેપો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
Post Views:
44
[ad_2]