[ad_1]
બોલીવૂડની બહુચર્ચિત ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર લોન્ચ થયા બાદ વિવાદ સર્જાયો છે. આ વિવાદની વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ અટકળો લગાવી રહ્યા છે કે ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને એક્ટર પ્રભાસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
વાયરલ વીડિયોમાં પ્રભાસ થોડો ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. આ વીડિયો ફિલ્મનું ટીઝર લોન્ચ પછીનો હોવાનું માનવામાં આવે છે. વીડિયોમાં પ્રભાસે દિગ્દર્શકને કહ્યું હતું કે, ઓમ, તું મારી સાથે રૂમમાં આવી રહ્યો છે ને? જેના જવાબમાં ઓમ રાઉતે કહ્યું હતું, ‘હા, હું રૂમમાં આવી રહ્યો છું.’ પ્રભાસે જે રીતે દિગ્દર્શક સાથે વાત કરી એ પરથી યુઝર્સ એવી ચર્ચા કરી રહ્યા છે કે પ્રભાસ ઓમ રાઉતથી નારાજ છે.
નોંધનીય છે કે આ ફિલ્મ રામાયણ પર આધારિત છે અને ટીઝર જોઈને યુઝર્સ ફિલ્મને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #Disappointingadipurush ટ્રેન્ડ થઈ રહ્યું છે. પ્રભાસ અને સૈફના લૂકને લઈને પણ યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી.
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.
[ad_2]