[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

ઉત્તરાખંડના ફાટા ગામમાંથી કેદારનાથ શ્રદ્ધાળુઓને લઈ જતું હેલિકોપ્ટર મંગળવારે ગરુડ ચટ્ટી પાસે ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ છ લોકોના મોત થયા હતા.

કેદારનાથથી માત્ર 3 કિમી દૂર થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલટ સહિત તમામ છ લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. હેલિકોપ્ટર આર્યન એવિએશનનું હતું અને સવારે 11.45 વાગ્યે ક્રેશ થયું હતું.
વહીવટી ટીમ રાહત અને બચાવ કાર્ય માટે સ્થળ પર રવાના કરવામાં આવી છે. વધુ વિગતની રાહ જોવાઇ રહી છે.
ઘટનાસ્થળેથી વિઝ્યુઅલમાં દુર્ઘટના બાદ મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ દુર્ઘટના બાદ નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. નુકસાનની તીવ્રતા જાણવા માટે અમે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.

ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.



[ad_2]

Google search engine