[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]

આજે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) દિવંગત જનરલ બિપિન રાવતનું સન્માન કરવામાં આવ્યું. અરુણાચલ પ્રદેશમાં કિબિથુમાં એક સૈન્ય સ્ટેશન અને રસ્તાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું. ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લોહિત ઘાટીમાં સ્થિત લશ્કરી સ્ટેશન હવે જનરલ બિપિન રાવતના નામથી ઓળખાશે. આ ઉપરાંત આ પહાડી ગામના એક મુખ્ય રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે CDS જનરલ બિપિન રાવતનું ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં તેમની પત્ની મધુલિકા ઉપરાંત અન્ય 12 આર્મી ઓફિસર માર્યા ગયા હતા. કર્નલ તરીકે બીપીન રાવતે 1999 થી 2000 સુધી કિબિથુમાં 5/11 ગોરખા રાઈફલ્સ બટાલિયનની કમાન્ડ સાંભળી હતી.
અરુણાચલ પ્રદેશના ગવર્નર બ્રિગેડિયર બીડી મિશ્રા, મુખ્યપ્રધાન પેમા ખાંડુ, પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ શનિવારે એક સમારોહમાં 22 કિલોમીટર લાંબા રસ્તાને જનરલ બિપિન રાવતનું નામ આપ્યું હતું. આ રસ્તો વાલોંગને કિબિથુથી જોડે છે. આ કાર્યક્રમમાં જનરલ રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણી ઉપરાંત ઘણા વરિષ્ઠ આર્મી અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. સાથે સાથે કિબિથુ મિલિટરી કેમ્પનું નામ બદલીને જનરલ બિપિન રાવત મિલિટરી ગેરિસન કરવામાં આવ્યું હતું.Post Views:
58
[ad_2]

Google search engine