[ad_1]
આદિપુરુષ ફિલ્મના ટીઝર રિલીઝ થયા બાદ તેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. યુઝર્સ આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે રાજકારણીઓ પણ આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીએ પણ આ ફિલ્મ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મના મેકર્સે ફિલ્મમાં ભગવાન રામ, રાવણ અને હનુમાનજીને ખોટી રીતે દર્શાવ્યા છે. ફિલ્મમાં જે રીતે રાવણને દર્શાવવામાં આવ્યા છે તે નિંદનીય છે. આ જ કારણે લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. ફિલ્મના પાત્રો તથા તેમને આપવામાં આવેલા લૂકનો અયોધ્યાના અન્ય સંતોએ પણ વિરોધ કર્યો છે અને સનાતન ધર્મ પર હુમલો થયો હોવાનો આરોપ લગાવ્યો છે. સનાતન ધર્મ તથા સંસ્કૃતિની સાથે છેડછાડ કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘આદિપુરુષ’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે.
[ad_2]