[ad_1]

વિજયી મુદ્રા:કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પૂર્ણિયામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. (પીટીઆઈ)
પૂર્ણિયા (બિહાર): બિહારમાં મહાગઠબંધનની સરકાર રચાયા બાદ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ પહેલી જ વાર બિહારની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.
પૂર્ણિયામાં શુક્રવારે એક સભાને સંબોધન કરતા તેમણે એક તરફ કેન્દ્રની મોદી સરકારની નીતિઓની પ્રશંસા કરી હતી તો બીજી તરફ મુખ્ય પ્રધાન નીતીશકુમાર, નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું હતું.
શાહે કહ્યું હતું કે મારા અહીં આવવાથી નીતીશકુમાર અને લાલુપ્રસાદ યાદવના પેટમાં તેલ રેડાયું છે. એ લોકો કહે છે કે શાહ અહીં ઝઘડા લગાડવા આવ્યા છે.
જોકે, શાહે કહ્યું હતું કે હું અહીં કોઈ ઝઘડો લગાડવા નથી આવ્યો. દેશની જનતા હવે જાગૃત થઈ ગઈ છે. સ્વાર્થ સાધીને અને કુટિલ રાજનીતિ કરીને વડા પ્રધાન નથી બની શકાતું. વિકાસના કામ કરવાથી, પોતાની વિચારધારા પરત્વે સમર્પિત રહેવાથી અને દેશની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાને કારણે જ જનતા વડા પ્રધાન બનાવે છે.
નીતીશકુમારની કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા નથી. નીતીશકુમાર સમાજવાદને ત્યજીને લાલુપ્રસાદ સાથે પણ જોડાણ કરી શકે છે અને જાતિવાદનું રાજકારણ પણ કરી શકે છે. નીતીશકુમાર સમાજવાદને છોડીને ડાબેરીઓ, કૉંગ્રેસ સાથે પણ જોડાણ કરી શકે છે. નીતીશકુમારની એક જ નીતિ છે, તેમની ખુરશી સલામત રહેવી જોઈએ. નીતીશકુમાર રાજદને છોડીને ભાજપ સાથે પણ જોડાણ કરી શકે છે. વર્ષ ૨૦૧૪માં નીતીશકુમારે એ જ કર્યું હતું.
શાહે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી આવવા દો, બિહારની જનતા નીતીશ-લાલુની જોડીના સુપડાં સાફ કરી નાખશે.
વર્ષ ૨૦૨૫માં પણ ભાજપ પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે.
સરહદી વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં પછાત જાતિના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, તેમને ત્યાંથી ભગાડવામાં આવી
રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પછાત જાતિ સમાજના દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું છે.
અમે અહીંથી ડાબેરી નક્સલવાદીઓને ભગાડવાનું કામ કર્યું છે, એમ શાહે કહ્યું હતું.
Post Views:
41
[ad_2]