[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે થાણેમાં કહ્યું હતું કે અગાઉની અઢી વર્ષની સરકારના કાર્યકાળમાં મેટ્રો અને અન્ય જે પ્રોજેક્ટ અટકી પડ્યા હતા તેને અત્યારની સરકાર પ્રાથમિકતાને ધોરણે હાથ ધરી રહી છે.
અમે ફક્ત મંત્રાલયમાં બેસીને નિર્ણયો લેતા નથી. અમે ઘટનાસ્થળે જઈને નિર્ણયો લઈએ છીએ. અમારી સરકારે નકારાત્મકતા દૂર કરી છે અને સકારાત્મકતા અપનાવી છે. આને કારણે નાગરિકોમાં ‘નવ ચૈતન્ય’ આવ્યું છે, એમ શિંદેએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની સરકાર સત્તામાં આવ્યા બાદ ત્રણ મહિનામાં હજારો ફાઈલને મંજૂરી આપવામાં આવી છે.
વેદાંતા-ફોક્સકોનના મુદ્દે તેમણે કહ્યું હતું કે એક ઉદ્યોગ રાજ્યની બહાર ગયો તો શું થયું? અમે આનાથી વધુ સારા પ્રોજેક્ટ લાવીશું.
તેમણે કહ્યું હતું કે ગણપતિ ઉત્સવ પરના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા હોવાથી રાજ્યમાં રૂ. ૯,૦૦૦ કરોડનો વ્યવસાય થયો હતો. રાજ્યમાં ૨.૫ વર્ષથી અટકી પડેલી ભરતી ચાલુ કરવામાં આવી છે અને આને પગલે રાજ્યમાં ૭૫,૦૦૦ લોકોની ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.
માથાડી કામગારના નેતા અણ્ણાસાહેબ પાટીલ આર્થિક વિકાસ મહામંડળના કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે માથાડી કામગારોને કશું ઓછું પડવા દઈશું નહીં. સરકાર તેમની સાથે છે. હવે મારી સાથે અનુભવી દેવેન્દ્ર ફડણવીસ છે અને તેથી કશું ઓછું પડશે નહીં.



Post Views:
5




[ad_2]

Google search engine